8th Pay Commission : બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી ભેટ આઠમું પગાર પંચ મંજૂર, ક્યારે થશે લાગ? જાણો સંપૂર્ણ વિગતો.
મોદી સરકારે બજેટ પહેલા કેન્દ્રીય સરકારી કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે, કેન્દ્ર સરકારે બજેટ 2025 પહેલા 8માં પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે. 8મુ વેતન પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે.
8th Pay Commission
8મા પગાર પંચના પગાર મેટ્રિક્સ 1.92ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારના 18 સ્તર છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કરોડો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ કમિશનને તેનો રીપોર્ટ 2026 સુધીમાં સોંપવાનો છે. 7માં પગાર પંચની રચના 2016માં કરવામાં આવી હતી અને તેનો કાર્યકાળ 2025માં સમાપ્ત થશે.
ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્રીય કર્મચારીઓના પગાર નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આપણે 7માં પગાર પંચની ગણતરી પર નજર કરીએ, તો કર્મચારીને આપવામાં આવતો કુલ પગાર તેમને મળતા તમામ ભથ્થાઓ ઉપરાંત મૂળભૂત પગાર અને ફિટમેન્ટ ફેક્ટર આધારે નક્કી કરવામાં આવે છે.
આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે?
8મુ વેતન પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે.
કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા અને પેન્શન ચૂકવણી નક્કી કરવા માટે લગભગ દસ દાયકામાં એક પગાર પંચની રચના કરવામાં આવે છે. 1947માં પગાર પંચની સ્થાપના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એટલે કે આઝાદી પછી કુલ સાત પગાર પંચની સ્થાપના કરવામાં આવી છે. આઠમાં પગાર પંચના અધ્યક્ષ અને બે સભ્યના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
8મુ પગારપંચ આવવાથી પગારમાં શું ફરક પડશે? તો લઘુત્તમ પગાર 34,560 રૂપિયા હોવાનો અંદાજ છે. તેને પેન્શન તરીકે 17280 + DR મળવાની અપેક્ષા છે. પ્રમોશન અને પગાર વધવાને કારણે પેન્શન પણ વધી શકે છે.