હીરા ઉધોગમાં મંદી : હાલ હીરા બજાર 50 વર્ષના ઇતિહાસમાં હીરા ઉદ્યોગ ભારે મંદીમાં સપડાયેલું જોવા મળી રહ્યો છે. જેના સૌથી વધુ અસર ગુજરાતના રત્નકલાકારો પર જોવા મળી રહી છે.
50 વર્ષના ઇતિહાસમાં હીરા ઉદ્યોગ ભારે મંદીમાં સપડાયું: હાલમાં જે હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહીછે તેના લીધે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રત્નકલાકારોની હાલત કફોડી બની રહી છે. આપણે ઘણા સમયથી સાંભળી રહ્યા છીએ કે હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. તેની અસર હવે લોકોના જનજીવન તેમજ ગુજરાતના બજારોમાં પણ જોવા મળી રહી છે.
હીરા ઉધોગમાં મંદી
હાલ દિવાળી વેકેશન પૂરું થયા બાદ પણ મોટા મોટા શહેરોમાં હીરાના કારખાના (ફેક્ટરી)ઓ શરુ થયેલ નથી, અને જેમને પણ ચાલુ કરી છે તેમને પણ અડધા સ્ટાફ રાખીને ચાલુ કરેલ છે, તેમજ તેના લીધે ઓછી મજુરી એ પણ રત્ન કલાકારો કામ કરવા મજબુર બન્યા છે.જેથી આપણે કહી શકીએ કે ઇતિહાસમાં પ્રથમ વાર હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી
હાલમાં વિવિધ માધ્યમો દ્વારા મળતી માહિતી મુજબ અગ્રણી હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે કહ્યું કે, ચાઈનામાં બજારો ખૂલ્યાં નથી, બીજી તરફ વિવિધ દેશોના સંઘર્ષની સ્થિતિને કારણે હીરા ઉદ્યોગમાં મંદી છે. નેચરલ ડાયમંડના ભાવો ખૂબ જ નીચે જતા રહ્યા છે. ફેક્ટરીઓમાં પ્રોડક્શન પણ 50 ટકા સુધી ઘટી ગયાં છે.
તેમજ વર્ષ 2008માં મંદી 7થી 8 મહિના જ ચાલી હતી. પરંતુ મારી કરિયરમાં આ સૌથી મંદી છે. ગોવિંદ ધોળકિયાએ પણ કહ્યું કે, ડાયમંડ ઉદ્યોગ સાથે છેલ્લાં 60 વર્ષથી સંકળાયેલો છું. 60 વર્ષમાં પહેલી વખત આવી મંદી જોઈ છે. અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, પણ આવનારો સમય સારો હશે તેવી આશા છે. સરકાર રત્નકલાકારોને આર્થિક મદદ પણ કરી શકે પરંતુ રત્નકલાકારો રજિસ્ટર્ડ નથી.
યુક્રેન- રશિયાનું વચ્ચે સંઘર્ષ શરૂ થયો ત્યારથી હીરા ઉદ્યોગ મંદીમાં ફસાયો છે. વર્ષ 2008ની મંદીને અત્યાર સુધી સૌથી મોટી મંદી માનવામાં આવતી હતી. જો કે, છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં હીરાબજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. જેના લીધે 17 લાખ કર્મચારી હીરા પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે તેના પર સીધી જ અસર પડી છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે પરંતુ કયારેય ન જોઈ હોઈ તેવી મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટુ સંકટ ઊભું થયું છે.
હીરા ઉદ્યોગ દિવાળીના વેકેશન બાદ ધમધમતો થવો જે તે પ્રકારે નથી થઈ રહ્યો જેનું કારણ એક જ છે કે ઇન્ટરનેશનલ માર્કેટ માં હીરાની માંગ ઓછી થઈ છે અને અગાઉ યુકેન અને રશિયા વચ્ચે ઘર્ષણ થયું તેની પણ મોટી અસર હાલ હીરા ઉદ્યોગ પડી છે. જેને કારણે મોટી માત્રા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 50 ટકા જેટલા શ્રમિકો બેકાર બન્યા છે રોજનું લાવીને રોજનું ખાવા વાળા રત્નકલાકારો ભાઈ-બહેનોની હાલત કફોડી બની જતા ભાવનગર ની કરોડરજ્જુ સમાન હીરા ઉદ્યોગ ભાંગી પડ્યો છે.
હીરાની આયાતમાં ઘટાડો
સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. પ્રમોશન કાઉન્સિલના આકડા જ ચોંકાવનારા જોવા મળી રહ્યા છે. ઓગસ્ટ 2023 માં 12.02 મિલિયન કેરેટ કાચા હીરાની આયાત તો ઓગસ્ટ 2024 માં કાચા હીરાની આયાત ઘટી છે. ઓગસ્ટ 2024 માં ફક્ત ૫.૫૬ મિલિયન કેરેટ થઇ ગઇ છે.વિશ્વના દર ૧૦માંથી ૯ કાચા હીરા સુરત આવે છે.સુરતથી અમેરીકા,સ્વીટ્ઝલેન્ડ, યુકે,ચીન, દુબઈ વગેરે જેવા દેશોમાં ફિનિશ્ડ ડાયમંડ એક્ષ્પોર્ટ થાય છે.
હોંગકોંગમાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળશે.ચાઈનામાં ગુજરાતીઓને ચીન નડ્યું છે . ચીનીઓએ હીરાને બદલે સોનું ખરીદવાનું શરૂ કરતાં 60 વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી છે. હીરામાં મંદીના પગલે ડાયમંડ વેપારીઓ અન્ય વ્યવસાયમાં જઇ રહ્યાં છે, અમુક વેપારી સુરત-મુંબઇ શિફ્ટ થઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં વધારો થતાં વિદેશમાં હીરા વેપાર પર અસર થઇ છે.
ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત
યુરોપિયન યુનિયન (EU)એ રશિયન હીરા પરના પ્રતિબંધ માટેના સનરાઇઝ પિરિયડના અમલને છ મહિના લંબાવ્યો છે. જે અનુસાર હવે 1 સપ્ટેમ્બરની તારીખ લંબાવી રફ-પોલિશ્ડ હીરાની આયાત માટે 1 માર્ચ, 2025 બાદ અમલમાં આવશે. વૈશ્વિક મંદી વચ્ચે હીરા ઉધોગને રાહત મળી છે.યુનિયને હીરાની આયાત માટે ટ્રેસિબિલિટી પ્રોગ્રામ 1 માર્ચ 2025ના રોજથી ફરજિયાત બનાવશે. ત્યારબાદ આયાતકારોએ 0.50 કેરેટથી વધુના હીરાની આયાતને ચકાસવા માટે ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત બનશે.