વાવ-થરાદ જિલ્લો : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ 2025ના વર્ષના પ્રથમ દિવસે જ ઉત્તર ગુજરાતના લોકો ને ભેટ આપી છે. ગુજરાતના 34 માં જિલ્લા તરીકે વાવ-થરાદની લોકોને ભેટ આપી છે, આ જિલ્લો બનાસકાંઠાનું વિભાજન કરીને બનાવવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓ નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે. નવા વાવ-થરાદ જિલ્લાનું નવું વડું મથક થરાદ રહેશે.
વાવ-થરાદ જિલ્લો
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચનારા વાવ- થરાદ જિલ્લા અંગેની વિગતો આપ્પ્તા કહ્યું કે હાલ, આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.
બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.
17 મહાનગરપાલિકા થશે
મહાનગરપાલિકાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. નવી 9 મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવી 9 નગરપાલિકાઓ ને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના આ નિર્ણયને રાજ્યમંત્રીમંડળની મંજુરી.
ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ હતી જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થતો હતો. હવે એમાં 9નો વધારો કરી કુલ 17 મહાનગરપાલિકા થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.