ખો-ખો વર્લ્ડ કપ 2025 : ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ફાઈનલમાં પ્રવેશ કર્યો

By GujToday

Published On:

Follow Us
ખો-ખો વર્લ્ડ કપ 2025

ખો-ખો વર્લ્ડ કપ 2025 : Kho Kho World Cup 2025 નવી દિલ્હીમાં રમનારી ખો-ખો વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ પ્રવેશ કર્યો.

નવી દિલ્હીમાં રમાનારી ખો-ખો વર્લ્ડકપ 2025માં ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ખો-ખો વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

ખો-ખો વર્લ્ડ કપ 2025

ભારતીય પુરુષ ટીમ આજે નેપાળ સાથે ટકરાશે. ગઈકાલે એક રોમાંચક મેચમાં, પુરુષ ટીમે દક્ષિણ આફ્રિકાને 62-42ના માર્જિનથી હરાવ્યું. રમતના પહેલા તબક્કામાં દક્ષિણ આફ્રિકા મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ ભારતે બીજા તબક્કામાં શાનદાર વાપસી કરી હતી. ભારતના ગૌતમ એમ.કે. સચિન ભાર્ગોને શ્રેષ્ઠ ખેલાડી અને સચિન ભાર્ગોને શ્રેષ્ઠ ફિલ્ડર જાહેર કરવામાં આવ્યા. ગૌતમ એમ.કે. કહ્યું કે તેમના પ્લાન-બીએ દક્ષિણ આફ્રિકા સામે જીતવામાં મદદ કરી હતી.

બીજી તરફ, ભારતીય મહિલા ટીમે પણ સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે 66-16ના મોટા અંતરથી જીત મેળવી હતી. રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વૈષ્ણવી પવારને શ્રેષ્ઠ ખેલાડી અને નિર્મલા ભાટીને શ્રેષ્ઠ ફિલ્ડ-કીપરનો એવોર્ડ આપવામાં આવ્યો. આ જીત બાદ મહિલા ટીમના કોચ સુમિત ભાટિયાએ કહ્યું કે ભારતીય ટીમ ફાઈનલ રમવા માટે સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.

Kho Kho Word Cup 2025 : આ વર્લ્ડ કપમાં 24 દેશોના લગભગ 800 ખેલાડીઓ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ માત્ર રમતના ઉત્તેજનાને જ નહી વિશ્વ સ્તરે લઇ જશે પરંતુ ખો ખોને વૈશ્વિક સ્તર એક નવી ઓળખ અપાવશે.

પુરુષોની ઇવેન્ટમાં 20 ટીમો ભાગ લીધો હતો જયારે મહિલા કેટેગરીમાં 19 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની શરૂઆત 13 જાન્યુઆરીએ ભારતની પુરુષની ખો-ખો ટીમ અને નેપાળ વચ્ચે રમાનારી મેચથી થઇ હતી.

Leave a Comment