GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પરીક્ષાઓ માટેની પ્રાથમિક કસોટી પેપર ૧ ભાગ ૧ અને ભાગ ૨ની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. આ તારીખો આયોગ દ્વારા એક પરિપત્ર દ્વારા આયોગની સત્તાવાર વેબસાઈટ gpsc.gujarat.gov.in પર મુકવામાં આવી છે.
GPSC Exam
આગોગ દ્વારા નીચે મુજબની ૧ થી ૯ પરની જાહેરાતોની પ્રાથમિક કસોટીના સામાન્ય અભ્યાસ (પેપર ૧ ભાગ ૧)નો અભ્યાસક્રમ સમાન હોઈ સામાન્ય અભ્યાસ (પેપર ૧ ભાગ ૧) માટે નીચે કોલમ ૪માં દર્શાવેલ મુજબ તારીખ નિયત કરવામાં આવેલ છે. જયારે ક્રમ ૧ થી ૯ પરની જાહેરાતો અન્વયે સબંધિત વિષય (પેપર ૧ ભાગ ૨)ની પરીક્ષા બપોરે ૩.૦૦ થી ૫.૦૦ દરમિયાન અગાઉ પ્રસિદ્ધ કર્યા મુજબ j નીચે કોલમ ૫માં દર્શાવેલ તારીખોએ યોજાશે.
ક્રમ | જગ્યાનું નામ અને વર્ગ | જાહેરાત ક્રમાંક | પ્રાથમિક કસોટીની તારીખ (સામાન્ય અભ્યાસ) (૧૦૦ ગુણ) | પ્રાથમિક કસોટીની તારીખ (સંબંધિત વિષય) (૨૦૦ ગુણ) બપોરે ૩.૦૦ થી ૫.૦૦ |
૧ | અધિક સીટી ઈજનેર (સિવિલ), વર્ગ ૧, GMC | ૩૮/૨૦૨૪-૨૫ | તા. ૨૩/૦૨/૨૦૨૫ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ | ૦૬/૦૨/૨૦૨૫ |
૨ | મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ ૨, GMC | ૩૯/૨૦૨૪-૨૫ | તા. ૨૩/૦૨/૨૦૨૫ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ | ૦૭/૦૨/૨૦૨૫ |
૩ | મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ ૨, (ન.જ.સં.પા.પુ.ક. વિભાગ) | ૩૬/૨૦૨૪-૨૫ | તા. ૨૩/૦૨/૨૦૨૫ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ | ૨૩/૦૨/૨૦૨૫ |
૪ | નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ ૨, (GWRDC) | ૩૭/૨૦૨૪-૨૫ | તા. ૨૩/૦૨/૨૦૨૫ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ | ૨૩/૦૨/૨૦૨૫ |
૫ | નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ ૨, (ન.જ.સં.પા.પુ.ક. વિભાગ) | ૪૭/૨૦૨૪-૨૫ | તા. ૨૩/૦૨/૨૦૨૫ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ | ૦૯/૦૩/૨૦૨૫ |
૬ | સાયન્ટિફિક ઓફીસર (ભૌતિકશાસ્ત્ર), વર્ગ ૨ | ૪૮/૨૦૨૪-૨૫ | તા. ૨૩/૦૨/૨૦૨૫ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ | ૦૯/૦૩/૨૦૨૫ |
૭ | મદદનીશ બાગાયત નિયામક, વર્ગ ૨ | ૪૯/૨૦૨૪-૨૫ | તા. ૨૩/૦૨/૨૦૨૫ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ | ૧૬/૦૩/૨૦૨૫ |
૮ | મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ ૨ | ૫૦/૨૦૨૪-૨૫ | તા. ૨૩/૦૨/૨૦૨૫ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ | ૧૬/૦૩/૨૦૨૫ |
૯ | નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ ૨, GMC | ૫૪/૨૦૨૪-૨૫ | તા. ૨૩/૦૨/૨૦૨૫ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ | ૨૦-૦૪-૨૦૨૫ |
૧૦ | અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ ૩, GMC | ૫૫/૨૦૨૪-૨૫ | ૩૦-૦૩-૨૦૨૫ | ૩૦-૦૩-૨૦૨૫ |
૧૧ | અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત), વર્ગ ૩, GMC | ૫૬/૨૦૨૪-૨૫ | ૩૦-૦૩-૨૦૨૫ | ૩૦-૦૩-૨૦૨૫ |
જાહેરાત ક્રમાંક ૫૫/૨૦૨૪-૨૫ તથા ૫૬/૨૦૨૪-૨૫ની પ્રાથમિક કસોટીની તારીખોમાં કોઈ ફેરફાર નથી. આ જાહેરાત અન્વયે સામાન્ય અભ્યાસ તથા સંબંધિત વિષયનું સંયુક્ત પ્રશ્નપત્ર (૦૩ કલાક) અગાઉ નિયત થયા મુજબ યોજાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.