Mauni Amavasya 2025 : મૌની અમાવસ્યાના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

By GujToday

Published On:

Follow Us
Mauni Amavasya 2025

Mauni Amavasya 2025, મૌની અમાવસ્યાના શુભ મુહૂર્ત : આ વર્ષે મૌની અમાવસ્યા 29 જાન્યુઆરી 2025 બુધવારના રોજ ઉજવવામાં આવશે. એ પહેલા જાની લઈએ મૌની અમાવસ્યાના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ.

મૌની અમાવસ્યાના શુભ મુહૂર્ત : મૌન અમાવસ્યાને ખાસ માનવામાં આવે છે. આ દિવસે અમાસની તિથીને સાથે મહાકુંભ નું અમૃત સ્નાન પણ છે. આ સાથે મકર રાશિમાં બુધ, સૂર્ય અને ચંદ્રમાની ત્રિગ્રહ યુતિની પણ આ દિવસે થશે. આ શુભ સંયોગમાં સ્નાન, દાન કરવાથી વ્યક્તિને અનેક લાભ પ્રાપ્ત થઇ શકે છે.

Mauni Amavasya 2025

આ વખતે મહાકુંભનું અમૃત સ્નાન અને મૌની અમાવસ્યાને બંને સાથે છે. જ્યોતિષ શાસ્ત્રના નિયમ મુજબ સોમવારે કે બુધવારે આવતી અમાસનું વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ અપ્રાપ્ત અને દુર્લભ યોગ ગણાય છે.

સનાતન ધર્મની અંદર ગંગાને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે. જોડે જોડે એવી પણ માન્યતા જોડાયેલી છે કે મૌની અમાવસ્યાના દિવસે ગંગાનું જળ અમૃત સમાન હોય છે. આ દિવસે માત્ર ગંગામાં સ્નાન કરવાથી સાધુ સંતોને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને મૃત્યુપછી સાધક જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ કારણથી મૌની અમાવસ્યાને ગંગામાં સ્નાન કરવાનો શુભ દિવસ માનવામાં આવે છે.

મૌની અમાવસ્યાનું મહત્વ ધર્મની સાથે જ્યોતિષ સાથે પણ જોડાયેલું છે. મૌની અમાવસ્યાને પવિત્રતા, તપસ્યા અને આત્માશુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે સ્નાન કર્યા પછી દાન કરવું શુભ માનવામાં આવે છે.

મૌની અમાવસ્યાના શુભ મુહૂર્ત

  • અમાવસ્યા તિથિનો પ્રારંભ : 28 જાન્યુઆરી 2025 સાંજે 07:35 વાગ્યે
  • અમાવસ્યા તિથિ સમાપ્ત : 29 જાન્યુઆરી 2025 સાંજે 06:05 વાગ્યે
  • 29 જાન્યુઆરીએ બ્રહ્મ મુહૂર્ત સવારે 5:25 થી 6:19 સુધી રહેશે

મૌની અમાવસ્યાના દિવસે સૂર્યોદય પહેલા મૌનથી સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે સ્નાનને શુભ મુહૂર્ત 29મી જાન્યુઆરીએ બ્રહ્મ મુહૂર્તથી શરુ થશે અને આખો દિવસ ચાલશે, એટલે કે તમે સારા ચોઘડિયામાં પણ સ્નાન કરી શકો છો પરંતુ શ્રેષ્ઠ સ્નાન બ્રહ્મ મુહૂર્તમાં કરવું યોગ્ય ગણાશે.

  • સવારે વાગ્યાથી 7.30 વાગ્યા સુધી લાભ ચોઘડીયું
  • સવારના 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી અમૃત ચોઘડીયું
  • સવારના 10.30 વાગ્યાથી 12 વાગ્યા સુધી શુભ ચોઘડીયું
  • બપોરના 3 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી ચલ ચોઘડીયું
  • સાંજે 4.30 વાગ્યાથી 6 વાગ્યા સુધી લાભ ચોઘડીયું

મૌની અમાવસ્યા પૂજા વિધિ

  • તમારે સૌ પ્રથમ સવારે વહેલા ઊઠીને બ્રહ્મ મુહુર્તમાં સ્નાન કરવું જોઈએ.
  • આ દિવસે પવિત્ર નદી અથવા તળાવમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. અથવા તો નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને તમે ઘરે પણ સ્નાન કરી શકો છો.
  • સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.
  • સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો.
  • જો તમે વ્રત રાખી શકતા હોવ તો આ દિવસે મૌન વ્રત પણ રાખો.
  • આ દિવસે પિતૃઓથી સંબંધિત કામ કરવા જોઈએ.
  • પિતૃઓ માટે પ્રસાદ અને દાન કરો.
  • આ પવિત્ર દિવસે શક્ય એટલું ભગવાનનું ધ્યાન કરો.
  • પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે.
  • આ દિવસે ભગવાન શંકરની પૂજા વિધિ પ્રમાણે કરો.

આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અને પૈસાનું દાન કરવું અત્યંત પુણ્ય છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujToday.com આની પુષ્ટિ કરતુ નથી. માત્ર ને માત્ર સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Leave a Comment