CBSE 2025 Board Exam: આજથી CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ

By GujToday

Published On:

Follow Us
CBSE 2025 Board Exam

CBSE 2025 Board Exam: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજથી શરુ થશે. રાજ્યના 75 હજાર જયારે સમગ્ર દેશના 42 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ગત વર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.

CBSE 2025 Board Exam: CBSE દ્વારા પરીક્ષાઓ માટે 7842 કેન્દ્ર નક્કી કરાયા છે. બોર્ડની પરીક્ષા ભારત ઉપરાંત અન્ય 26 દેશોમાં લેવાશે. પ્રથમ દિવસે ધોરણ 10ની અંગ્રેજી અને ધોરણ 12ની એન્ટરપ્રિનોરશિપની પરીક્ષા લેવાશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચે પૂર્ણ થશે અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે.

CBSE 2025 Board Exam

CBSEની ધોરણ 10 અને ધોરણ 12ની લેખિત પરીક્ષાનો શનિવારે સત્તાવાર પ્રરમ્ભ્બ થયો છે. ધોરણ 10 અને ધોરણ 12ના મળી કુલ 204 વિષયોની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. ગત વર્ષે ધોરણ 10માં 22.51 લાખ અને ધોરણ 12માં 16.33 લાખ મળીને કુલ 38.84 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે, આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં બે લાખ કરતા વધુનોવધારો થયો છે. આ વિદ્યાર્થીઓની પરીક્ષા માટે બોર્ડ દ્વારા 7842 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

ગુજરાતમાંથી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે 75 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 10માં 43 હજારથી વધુ અને ધોરણ 12માં 32 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષામાં હાજર રહેશે. ગત વર્ષે રાજ્યમાંથી 69 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીના રોજ શરુ થશે અને 18 માર્ચના રોજ પૂર્ણ થશે. જયારે ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીના રોજ શરુ થશે અને 4 એપ્રિલના રોજ પૂર્ણ થશે.

આજથી CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ

શનિવારે શરુ થનારી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં અમદાવાદમાંથી 14 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 10ના 7909 અને ધોરણ 12ના 6372 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. અમદાવાદમાં પરીક્ષાને લઈને 21 કેન્દ્રો નક્કી કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આમ, અમદાવાદમાં 14281 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેશે.

CBSEની પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર નિયમિત વિદ્યાર્થીઓએ સ્કૂલના યુનિફોર્મમાં પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેવું પડશે. જયારે ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપનાર ઉમેદવારોએ કોઈ પણ પ્રકારના હલ્કા કપડા પહેરવાના રહેશે. આમ, બોર્ડની પરીક્ષા પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા માટેના ડ્રેસકોડ પણ નક્કી કરવામાં આવ્યો છે.

બોર્ડ દ્વારા જે વસ્તુઓ લઇ જઈ શકાય છે તેની અને જે વસ્તુ પર પ્રતિબંધ છે તેની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

Leave a Comment