હોળાષ્ટક 2025 કઈ તારીખથી શરુ થાય છે? હોળી 2025 નજીક આવી રહી છે. હોળી રંગોનો તેહવાર માનવામાં આવે છે, વર્ષ 2025માં હોળાષ્ટક 2025 કઈ તારીખથી શરુ થાય છે? તે સૌ કોઈ જાણવા માંગતા હોય છે.
Holashtak 2025: ક્યારે શરૂ થશે હોળાષ્ટક અને આ 8 દિવસ કેમ છે અશુભ? જાણો શું કરવું અને શું ન કરવું જોઈએ. હોલિકા દહનના દિવસે જ 8 દિવસના હોળાષ્ટક પૂરા થાય છે. હોળાષ્ટકને શુભ કાર્યો માટે ખૂબ અશુભ માનવામાં આવે છે.
હોળાષ્ટક 2025 કઈ તારીખથી શરુ થાય છે?
પંચાંગ અનુસાર વર્ષ 2025માં હોળાષ્ટકની શરૂઆત 7 માર્ચથી થશે અને સમાપ્તિ 13 માર્ચે 2025 ના રોજ થશે એટલે કે 7 માર્ચથી 13 માર્ચની વચ્ચે શુભ-માંગલિક કાર્ય ન કરવાં જોઈએ.
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર કેટલાક વિશેષ કાર્યો અને ધાર્મિક કાર્યો છે જે હોળાષ્ટકના સમયે બિલકુલ ન કરવા જોઈએ. આનાથી જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. હોળાષ્ટક ખાસ કરીને શુભ કાર્યોથી બચવાનો સમય છે. સનાતન ધર્મ ગ્રંથો અનુસાર આ સમયે આઠેય ગ્રહોને અશુભ માનવામાં આવે છે. આ ગ્રહોની સ્થિતિમાં કોઈ નવા શુભ કાર્ય કરવાથી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તેથી હોળાષ્ટક દરમિયાન કોઈ નવું કામ શરૂ થતું નથી.
હોળાષ્ટક દરમિયાન સગાઈ, લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, જનોઈ, હવન, યજ્ઞ-અનુષ્ઠાન જેવા શુભ કાર્ય કરવા જોઈએ નહીં. કોઈ નવા કાર્યની શરૂઆત કરવી જોઈએ નહીં. આ દરમિયાન ઘર, ગાડી, સોનું-ચાંદી પણ ખરીદવું જોઈએ નહીં. આવું કરવાથી અશુભ ફળ મળે છે.
હોળાષ્ટકના સમયે પૂજા પાઠની મનાઈ નથી હોતી. આ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરો અથવા ભગવાન શિવની પૂજા કરો. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આનાથી જીવન પર સકારાત્મક અસર પડશે.
હિન્દુ કેલેન્ડર અનુસાર હિન્દુ ધર્મનો છેલ્લા મહિનો ફાગણ થોડા દિવસો પછી શરુ થશે. આ મહિનામાં હોળી, ધુળેટી જેવા અનેક રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે હોળીનો તહેવાર 14 માર્ચ 2025ના રોજ ઉજવવામાં આવશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujToday.Com આની પુષ્ટિ કરતુ નથી. માત્ર ને માત્ર સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.