LIC Bima Sakhi Yojana : પ્રધાનમંત્રી મોદીએ ‘બીમા સખી યોજના’ કરાવી પ્રારંભ

LIC Bima Sakhi Yojana : પ્રધાનમંત્રી મોદીએ ‘બીમા સખી યોજના’ કરાવી પ્રારંભ, સમગ્ર ભારતમાં એક લાખ મહિલાને LIC એજન્ટની અપાશે તાલિમ.

LIC Bima Sakhi Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ત્રી સસ્ક્તી કરણ વધુ મજબુત બને એ હેતુથી આજે ‘બીમા સખી યોજના’ કરાવી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પાણીપતથી ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની ‘બીમા સખી યોજના’નું ઉદ્ઘાટન કર્યુ. આ યોજનાનો ઉદ્દેશ્ય 18-70 વર્ષની વય જૂથની મહિલાઓને તાલીમ અને આર્થિક રીતે સશક્ત કરવાનો છે જેમણે 10મું ધોરણ પાસ કર્યું છે.

LIC Bima Sakhi Yojana

આ કાર્યક્રમ હેઠળ મહિલાઓને વીમા એજન્ટ (બીમા સખી) બનવાની તક મળશે. બીમા સખી યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને રોજગારીની તકો અને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.

બીમા સખી બનવાની પાત્રતા : બીમા સખી યોજના માટે માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે. મહત્વનું છે કે, તેમની પાસે મેટ્રિક/હાઈ સ્કૂલ/10મું પાસ પ્રમાણપત્ર હોવું જોઈએ. સાથે આ યોજના માટે ફક્ત 18 થી 70 વર્ષની મહિલાઓ જ અરજી કરી શકશે. ત્રણ વર્ષની તાલીમ બાદ મહિલાઓ વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે.

‘બીમા સખી યોજના’ હેઠળ હરિયાણાની 8,000 મહિલાઓ સહિત સમગ્ર ભારતમાં એક લાખ મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે. આ મહિલાઓને પ્રથમ વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ મળશે. તેમજ નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવશે.

બીમા સખી યોજના

પીએમ મોદીએ આ યોજના વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું. તેમણે લખ્યું, “અમે દેશભરની માતાઓ, બહેનો અને પુત્રીઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છીએ. આ સંદર્ભમાં, આજે લગભગ 2 વાગ્યે, અમને હરિયાણાના પાણીપતમાં બીમા સખી યોજના શરૂ કરવાની તક મળશે. આ દરમિયાન, બીજા ઘણા પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ હું કરીશ.

પીએમ મોદી કરનાલમાં મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચર યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસનો શિલાન્યાસ પણ કરશે. ટેક્સટાઇલ સિટીના સેક્ટર 13/17માં યોજાનાર કાર્યક્રમ માટે પ્રધાનમંત્રીના સ્વાગત માટે પાણીપતને 5,000થી વધુ હોર્ડિંગ્સથી શણગારવામાં આવ્યું હતું.

પીએમ મોદીની હરિયાણાની આ મુલાકાત ખાસ છે, કારણ કે અગાઉ 2015માં તેમણે પાણીપતમાં પ્રતિષ્ઠિત ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનની શરૂઆત કરી હતી.

22 જાન્યુઆરી, 2015ના રોજ પીએમ મોદીએ છોકરીઓને બચાવવા અને ખાસ કરીને રાજ્યમાં બગડતા જાતિ ગુણોત્તરમાં સુધારો કરવા માટે પાણીપતથી ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના શરૂ કરી. આ યોજનાનો હેતુ નાગરિકોને લિંગ ભેદભાવ સામે શિક્ષિત કરવાનો અને કન્યાઓ માટે કલ્યાણ સેવાઓની અસરકારકતામાં સુધારો કરવાનો છે. તે રૂ. 100 કરોડના પ્રારંભિક ભંડોળ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

બીમા સખી માટે કેવી રીતે અરજી કરવી? તે અંગે વાત કરવામાં આવે તો LIC ની સત્તાવાર વેબસાઇટ https://licindia.in/test2 ની મુલાકાત લેવી. ત્યાર બાદ નીચેની બાજુએ દેખાતી બીમા સખી માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરો. અહીં નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને સરનામું જેવી વિગતો અહીં ભરો. જો તમે એલઆઈસી ઈન્ડિયાના કોઈપણ એજન્ટ/વિકાસ અધિકારી/કર્મચારી/તબીબી પરીક્ષક સાથે સંબંધિત છો, તો તે જ માહિતી આપો. છેલ્લે કેપ્ચા કોડ ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

Leave a Comment