લીલી તુવેરના ટોઠાનું શાક બનાવો ઘરે જ

By GujToday

Published On:

Follow Us
લીલી તુવેરના ટોઠાનું શાક બનાવો ઘરે જ

લીલી તુવેરના ટોઠાનું શાક : હાલમાં શિયાળાની સિઝન ચાલી રહી છે અને ઠંડીની આ સિઝનમાં લોકોને નવું નવું ખાવાની ઈચ્છાઓ થાય છે તો અમે તમારી સમક્ષ એક નવી જ રેસીપી જે શિયાળામાં બનાવવામાં આવે છે તેની વાત કરીએ.

લીલી તુવેરના ટોઠાનું શાક બનાવો ઘરે જ

અમે તમને અહિયાં જે રેસીપી આપીએ છીએ તે અમારા સ્વાદ અનુસાર અને ૩-૫ વ્યક્તિઓ માટેની આપીએ છીએ.

સામગ્રી – શાકભાજી

  • ૧ કપ લીલી તુવેરના દાણા
  • ૨ નંગ કાપેલી ડુંગળી (ઝીણું કાપવું)
  • ૨ નંગ કાપેલી લીલી ડુંગળી (ઝીણું કાપવું)
  • ૧ કપ કાપેલું લીલું લસણ
  • ૩ નંગ કાપેલા ટામેટા (ઝીણું કાપવું)
  • ૧ ચમચી આદુ-લસણ-મરચાની પેસ્ટ
  • લીલા ધાણા (કોથમીર-કોથમરી)

સામગ્રી – મસાલા

  • ચમચીના ચોથા ભાગની હળદર
  • ૧ ચમચી લાલ મરચુ
  • ૧ ચમચી ધાણાજીરું
  • ૩-૪ ચમચી તેલ
  • ૧ ચમચી વરીયાળી
  • ૨ તમાલપત્રના પાંદ
  • ૨ આખા બાદીયા
  • ૧ તજનો કટકો
  • ૧ ચમચી તલ
  • ૩-૪ સુકા મરચા
  • ૧ ચમચી જીરું
  • ૧ ચમચી ગોળ (સ્વાદ અનુસાર નાખવો)
  • લીંબુ (સ્વાદ અનુસાર નાખવું)
  • મીઠું (સ્વાદ અનુસાર નાખવું)
  • વરિયાળી
  • ખાવાના સોડા

લીલી તુવેરના ટોઠાનું શાક બનાવવાની રીત

સૌપ્રથમ લીલી તુવેરના દાણા સારી રીતે સાફ કરીને ધોઈ લો. એક તપેલીમાં ગરમ પાણી કરી તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને ચપટી ખાવાના સોડા નાખો અને તુવેરના દાણાણે ૫ મિનીટ જેવા બફાવા દ્યો અને ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો (પાણી નીતરી જાય એવું વાસણ લેવું).

હવે એક કડાઈ લ્યો તેમાં ટેકામ ગરમ કરવા મુકો, તેલ ગરમ થયા બાદ મસાલામાં આપેલ વસ્તુઓમાંથી જીરું, તજ, તમાલપત્રના પાંદ, તલ, વરિયાળી, સુકા મરચા અને આખા બાદીયાનો વઘાર કરો. હવે આદુ-લસણ-મરચાની પેસ્ટ નાખો અને બરોબર તેને તેલમાં ચડવા દયો. હવે તેમાં ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીને બરોબર ચડવા દયો ત્યાર બાદ લીલું લસણ નાખો.

કાપેલા ટામેટા નાખો અને બરોબરી ચડી જાય પછી કાપેલી લીલી ડુંગળી નાખો બરોબર હલાવી નાખો. હવે હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગોળ અને મીઠું નાખી બરોબર હલાવી નાખો. તૈયાર થયેલા આ મસાલામાં હવે તુવેરના દાણા ઉમેરો અને ચડવા દયો ત્યાર બાદ ગ્રેવી બનાવવા માટે જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. હવે લીંબુ અને કોથમરી નાખો. તૈયાર છે તમારું તુવેર ટોઠાનું શાક.

હાલમાં લોકો બજારના રોટલા સાથે અથવા રોટલી સાથે અથવા બ્રેડ સાથે લીલી તુવેરના ટોઠાનું શાક ખાવાનું પસંદ કરે છે.

નોંધ: ઉપર દર્શાવેલ તમામ વિગતો અમારા સ્વાદ અનુસાર બનાવેલ છે તેથી તમે તમારા સ્વાદ અનુસાર બનાવવા માટે વસ્તુઓની વધ-ઘટ કરવાની રહેશે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment