The Sabarmati Report Teaser : વિક્રાંત મેસી અભિનીત ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ “ધ સાબરમતી રીપોર્ટ” ટીઝર લોન્ચ થઇ ગયું છે, જેની દર્શકો ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
The Sabarmati Report Teaser
The Sabarmati Report Teaser: ધ સાબરમતી રીપોર્ટ ફિલ્મ 2002 ની દુર્ઘટના આધારિત ફિલ્મ છે, આ ઘટનાથી આખો દેશને હચમચાવી દીધો હતો. ગયા વર્ષે વિક્રાંત મેસીની ફિલ્મ 12th Fail ધૂમ મચાવી હતી અને તેના દમદાર અભિનયે ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. હવે ફરીથી એકવાર દર્શકો અને વિક્રાંત મેસીને આ ફિલ્મથી ઘણી ઉમ્મીદ છે.
‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મનું નિર્માણ એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે અમૂલ વી મોહન અને અંશુલ મોહનની વિકિર ફિલ્મ્સ તેના સહ નિર્માતા છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં વિક્રાંત મેસી ઉપરાંત રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ મહત્ત્વનો રોલ ભજવી રહ્યા છે. ‘ધ સાબરમતી રિપોર્ટ’ ધીરજ સરના દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
‘ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ 2002 ‘માં ગુજરાતના ગોધરામાં થયેલા રમખાણો પર આધારિત છે. ટીઝરમાં આ ઘટનાની તુલના અમેરિકામાં 9/11ના હુમલા સાથે કરવામાં આવી છે. આ ફિલ્મ ભારતીય ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના પર આધારિત વાર્તા પર છે. આ એવી ઘટના છે જેના વિશે લોકો વિસ્તારથી જાણવા માટે હંમેશાથી આતુર રહે છે. હવે આ કહાનીની નાની ઝલક ટીઝરમાં જોવા મળી છે. આ ટીઝરમાં રિદ્ધી ડોગરા, વક્રાંત મૈસી અને રાશી ખન્ના સામે આવ્યા છે.
‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મનું ટીઝર જોયા બાદ યુઝર્સ પોત પોતાની રીતે કમેન્ટ આપી રહ્યા છે, આ ફિલ્મમાં વર્ષ 2022ની તે ત્રાસદીને દેખાડવામાં આવી છે. જેણે આખા દેશને આંચકો આપ્યો હતો. અહી તમને જણાવી દઈએ કે આ ફિલ્મ બે વખત મોકૂફ રાખવામાં આવી હતી. શરૂઆતમાં તે મેમાં અને પછી ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી. તેના કેટલાક ટીઝર અગાઉ પણ રિલીઝ થયા હતા. પરંતુ હવે ફાઈનલ રિલીઝ ડેટ 15 નવેમ્બર છે, જે 22 વર્ષ જૂની સ્ટોરીને દુનિયા સમક્ષ ઉજાગર કરશે.
વિક્રાંત અને રાશિ ખન્ના આ રમખાણો પાછળ સત્ય શોધવા માટે સખત મહેનત કરતા જોવા મળી રહ્યા છે અને અંતે ટીઝર એક દમદાર સીન પર સમાપ્ત થાય છે, જે ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ની યાદ અપાવે છે. આ સીનમાં વિક્રાંતનો ડાયલોગ છે – ‘આ નવું ભારત છે, તે જવાબ આપવાનું જાણે છે અને સવાલ પણ પૂછે છે.’