Aashram Season 3 Part 2 Teaser Launce: “બાબા નિરાલા”ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, “આશ્રમ 3, ભાગ 2નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. બાબા નિરાલા ફરી એક વાર ધૂમ મચાવા આવી રહ્યા છે.
Aashram 3 Part 2 Teaser Launce: “જપનામ” બાબા નિરાલાના રોલમાં બોબી દેઓલ એકવાર ફરી જોવા મળશે. આશ્રમ 3 પાર્ટ 2ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેઓ હવે અંત આવી ગયો છે.
Aashram Season 3 Part 2 Teaser Launce
MXPlayerની બહુ ચર્ચિત વેબ સીરીઝ એક બદનામ આશ્રના સીઝન 3ના ભાગ 2નું ટીઝર લોન્ચ થઇ ગયું છે. ટીઝર ખુબ જ અદ્ભુત છે અને ફરી એકવાર બાબા નિરાલાના આશ્રમની વાસ્તવિકતા ચાહકોને આશ્ચર્યચક્તિ કરશે. બાબા નિરાલા બનેલા બોબી દેઓલ ફરીથી એકવાર પોતાની દમદાર એક્ટિંગથી પરત ફરી રહ્યા છે. તેમજ પમ્મી પણ આ ભાગમાં અલગ અંદાજમાં જોવા મળશે.
MXPlayerની આશ્રમ વેબ સીરીઝ ઘણી લોકપ્રિય બની હતી. દર્શકોને “આશ્રમ” સિરીઝ ખુબ જ ગમી હતી, આની દરેક સીઝન ખુબ જ હીટ રહી છે. આ દરમિયાન, ચાહકો Aashram 3 Part 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં “આશ્રમ 3″નું ટીઝર રીલીઝ થઇ ગયું છે અને ટે વધુને વધુ વાયરલ થઇ રહ્યું છે.
“આશ્રમ” સિરીઝની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો બોબી દેઓલ એશા ગુપ્તા, ત્રિઘા ચૌધરી, અદિતિ પોહનકર, દર્શન કુમાર, ચંદન રોય સાન્યાલ, વિક્રમ કોચર, સચિન શ્રોફ, અનુરીતા ઝા, રાજીવ સિદ્ધાર્થ છે. નિર્માતા અને દિગ્દર્શક પ્રકાશ ઝા છે.
Ashram 3 Part 2 ના નવા ટીઝરમાં બતાવવામાં આવી રહ્યું છે કે બાબા નિરાલા એક નવા શિકાર પર નજર રાખે છે, પરંતુ ટે તેના માટે ખતરનાક સાબિત થાય છે અને તે દરમિયાન ઘાયલ પમ્પી બદલો લેવાની યોજના બનાવે છે અને બાબા નિરાલા સાથે લગ્ન કરે છે. આ વખતે આશ્રમમાં ખુલ્લી લડાઈ અને દમદાર એક્શન જોવા મળશે.
આશ્રમ સીઝન 3ના ભાગ 2ની રીઝીલ ડેટ વિશે હજુ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ ટીઝર જોઇને એટલું કહી શકીએ છીએ કે આ સિરીઝ 2025માં જ ટૂંક સમયમાં આવશે.