જમ્યા બાદ ચાલવાથી થતા ફાયદાઓ : શું તમે જમ્યા બાદ તરત ચાલવા જાવ છો? શું જમીને તરત ચાલવાથી ફાયદો થાય કે નુકશાન, ચાલો આપડે આ લેખમાં જમ્યા પછી ચાલવાથી થતા ફાયદાઓ અને નુકશાન વિશે વાત કરીએ.
જમ્યા બાદ ચાલવાથી થતા ફાયદાઓ
બધા લોકો કહેતા હોય છે કે જમી ક્યારેય આરામ ન કરવો, થોડુક ચાલવું જોઈએ. આ આદત પાચન સાથે સાથે તમારું શરીર પણ સ્વાસ્થ્ય રાખે છે. હાલના આ કામકાજના વ્યસ્ત સમયમાં લોકોને જમ્યા પછી આરામ કરવો વધુ ગમે છે. રોજની દોડધામને લીધે સવારે વહેલા કામે જાય અને સાંજે મોડા ઘરે આવે છે એટલે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન ઓછુ થતું જાય છે.
જમીને ચાલવાના ફાયદા
બ્લડ શુગર કંટ્રોલ રહે
જમીને ચાલવાથી બ્લડ શુગરના સ્તરને નિયંત્રણ કરવામાં મદદ મળે છે. તે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદા કારક છે.
વજન જળવાય રહે
જમીને ચાલવું એ કેલરી બર્ન કરવાની સરળ રીત છે. આ વજન નિયંત્રણમાં અને સ્વસ્થ વજન જાળવવામાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલના સ્તરમાં સુધારો
જમીને નિયમિત ચાલવાથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)નું સ્તર ઘટાડી શકાય છે અને સારા કોલેસ્ટ્રોલ (HDL)ના સ્તરમાં વધારો થાય છે. તે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
પાચનમાં સુધારી કરે છે
જમીને પછી હળવું ચાલવું પાચન પ્રક્રિયાને સરળ રીતે ચલાવવામાં મદદ કરે છે. તેનાથી પેટ ફૂલવું, ગેસ અને અપચો જેવી સમસ્યાઓથી બચી શકાય.
જમીને ચાલવાના ગેરફાયદા/નુકશાન
જો તમે વધારે ખાધું હોય તો જમ્યા પછી તરત જ ચાલવું તમારા માટે સારુ નથી. સાથે જ ગંભીર બીમારી અથવા પાચન સબંધિત કોઈ ગંભીર સમસ્યાથી પીડાતા લોકોએ ભોજન પછી તરત જ ચાલતા પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી.
જો તમે જમ્યા પછી ચાલવા જવા માંગતા હોવ તો આ સાવચેતી રાખો
- હળવા અને ધીરે ધીરે ચાલો.
- વધારે બળ ન લગાવો અને શરીરના સંકેતો સમજો.
- પુષ્કળ પાણી પીતા રહો.
- શક્ય હોય તો સવારે જગ્યા બાદ ચાલવાનું રાખવું જોઈએ જેનાથી આખા દિવસ શરીરમાં સ્ફૂર્તિ રહે અને દિવસ સારો જાય.
ખાસ નોંધ : આ માહિતી અમને વિવિધ સોશિયલ માંધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલ છે અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે, તેથી એક્સપર્ટની સલાહ અવશ્ય લ્યો અને તે કે તે મુજબ જ વર્ક કરો.