Cancer Vaccine: રશિયન કેન્સર વેક્સીન તૈયાર, રશિયાએ કરી મોટી જાહેરાત, જાણો ક્યારે થશે લોન્ચ

Cancer Vaccine: રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી વિકસાવી છે, જે તે તેના નાગરિકોને મફતમાં આપશે.

Cancer Vaccine: સરકારી મીડિયા અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના પ્રમુખ એન્ડ્રી કાપ્રિને કહ્યું કે 2025 ની શરૂઆતથી આ વેક્સિન લોન્ચ થશે. રિપોર્ટસ પ્રમાણે રશિયાએ કેન્સર સામે પોતાની mRNA વેક્સિન વિકસિત કરી છે.

Cancer Vaccine

કેન્સર એ વિશ્વનો સૌથી ખતરનાક રોગ છે. કેન્સરનું નામ સાંભળતા જ પરિવાર ભાંગી પડે છે. તેનું સૌથી મોટું કારણ મોંઘી સારવાર અને કોઈ સચોટ દવા નથી. પરંતુ હવે કેન્સર સામે મોટી સફળતા મળી છે. કેન્સરના દર્દીઓનો જીવ બચાવવા માટે એક રસી બનાવવામાં આવી છે. રશિયાએ આ કમાલ કરી બતાવી છે. અહેવાલો પ્રમાણે, રશિયાએ કેન્સરની રસી બનાવી છે.

ખાસ વાત એ છે કે, રશિયા પોતાના દેશના દર્દીઓને મફત રસી પણ આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ રસીનો ઉપયોગ કેન્સરને રોકવા માટે નહીં, પરંતુ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાં જ કહ્યું હતું કે તેમના દેશના વૈજ્ઞાનિકો કેન્સરની વેક્સિન પર કામ કરી રહ્યા છે અને તે અંતિમ તબક્કામાં છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “અમે કેન્સરની વેક્સિન અને નવી જનરેશનની ઇમ્યુનોમોડ્યુલેટરી દવાઓ બનાવવાની ખૂબ નજીક છીએ.”

મોસ્કોમાં ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિઓલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગે અગાઉ TASSને ​​જણાવ્યું હતું કે રસી ગાંઠની વૃદ્ધિને અવરોધે છે અને કેન્સરને ફેલાતા અટકાવી શકે છે. દેખીતી રીતે જ આ રસીનો ઉપયોગ કેન્સરને રોકવા માટે સામાન્ય લોકોને આપવામાં આવે તેના બદલે કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. આ રસી દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાય છે.

બાકીના વિશ્વની જેમ રશિયામાં પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. 2022 માં કેન્સરના દર્દીઓના 635,000 થી વધુ કેસ નોંધાયા હતા. કોલોન, સ્તન અને ફેફસાના કેન્સર રશિયામાં સૌથી સામાન્ય હોવાનું કહેવાય છે.

આ દરમિયાન, ગમાન્ટા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગના જણાવ્યા અનુસાર, કેન્સરની રસીના પ્રી-ક્લિનિકલ ટ્રાયલ્સથી જાણવા મળ્યું છે કે, તે કેન્સરના વિકાસ અને ફેલાવાને અટકાવે છે.

Leave a Comment