Diwali Rangoli 2024 : હવે દિવાળી ખુબજ નજીક આવી રહી છે. ત્યારે તમામ લોકો પોતાના આંગણને એક અલગ જ રીતે દિવાળી રંગોળી ડીઝાઇનથી સજાવવા માંગતા હોય છે. જેના માટે અમે અહી તમારા માટે લઈને આવ્યા છીએ દિવાળી રંગોળી ડીઝાઇન 2024 જે ઘરમાં ખુબજ સુંદર લાગશે આ રંગોળી.
Diwali Rangoli 2024
Diwali Rangoli 2024 : જો તમે આ દિવાળી નિમિતે અનોખી, આકર્ષક અને સરળ રંગોળી ડીઝાઇન શોધી રહ્યા હોય તો અહીં જણાવેલી ડિઝાઇન તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. જે સામાન્ય રીતે રંગોળીમાં ફૂલો, મોર કે તેના જેવી પેટર્નનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો તમે આ પ્રકારથી અલગ ડિઝાઇન બનાવવા માંગતા હોવ તો અમે તમને મદદ કરી શકીએ છીએ.
દિવાળી રંગોળી ડીઝાઇન 2024
દિવાળી એક એવો તહેવાર છે જેની લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીતનો આ તહેવાર ઘણી બધી ખુશીઓ લાવે છે અને લોકો આ અવસર પર પોતાના ઘરને ખાસ રીતે શણગારતા હોય છે.
દિવાળીના અવસર પર તમે ચોખાની મદદથી પણ રંગોળીની ડિઝાઇન બનાવી શકો છો. તે માટે તમે ઊભા ચોખાના દાણા અથવા લોટનો ઉપયોગ કરી શકો છો. રંગોળીને સુંદર બનાવવા માટે તમે ચોખાના દાણાને અલગ-અલગ રંગમાં પલાળીને રંગી શકો છો.
તમે જૂની બંગડીઓ, ઘઉં, જુવાર, બાજરી, રાગી, દીવા અને વિવિધ રંગોની મદદથી પણ રંગોળી બનાવી શકો છો અને તેના પર પીપળાના પાન વડે ગણેશજીનો આકાર બનાવી શકો છો. તમારી રંગોળી અનોખી દેખાશે, અને દરેક તેના વખાણ કરશે.
આકર્ષક રંગીન રંગોળીઓ બનાવવી પણ સારી છે, જે તમારા ઘરના દરવાજા અથવા પૂજા રૂમની સામે બનાવી શકાય છે. દીવા, ફૂલો અને પાંદડાવાળી આ રંગોળી ઘરની સુંદરતા વધારશે.
દિવાળી એ 5 દિવસનો તહેવાર છે જે ધનતેરસથી શરૂ થાય છે અને આ દિવસથી દરેક ઘર રોશનીથી ઝળહળવા લાગશે. આ વખતે ધનતેરસ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસ દેવી લક્ષ્મી તેમજ ભગવાન કુબેરને સમર્પિત છે.