---Advertisement---

Faati Ne Official Trailer : ગુજરાતી ફિલ્મ ફાટી ને ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ

By GujToday

Published On:

Follow Us
Faati Ne Official Trailer
---Advertisement---

Faati Ne Official Trailer : ગુજરાતી નવી ફિલ્મ ફાટી ને આવી રહી છે, જેનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે, એક વાર ટ્રેલર જુઓ તમે તમારું હસવું નહી રોકી શકો.

ફાટી ને ફિલ્મ ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શિત અને લખવામાં આવી છે. એસપી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા ફિલ્મનું સમગ્ર શૂટિંગ ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મસ, કેશ્વી પ્રોડક્શન અને ફૂલપિક્સલ ફિલ્મસ દ્વારા કરવામાં આવ્યું છે. ક્યારે વર્લ્ડવાઈડ ડીસ્ટ્રીબ્યુશન રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

Faati Ne Official Trailer

મિત્રો આ ગુજરાતી ફિલ્મ ફાટી ને સ્ટારકાસ્ટની વાત કરીએ તો હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા, હેમિન ત્રિવેદી, આકાશ ઝાલા, ચેતન દૈયા, કૌશામ્બી ભટ્ટ, માઈકલ હેવન્સ, માર્ક રોબર્ટ વોલ્ટર્સ, કીરા ઓ’કોનોર, જેનીન મેકગ્રા, રાયન બટલર, ડેનિયલ હિલમેન, કાર્લોટા મિગ્લિઓલો જોન્સ, મેથ્યુ દા વાયા, પ્રશાંત પંચલોથિયા અને મોના થીબા કનોડિયા છે.

ફિલ્મની સ્ટોરી દર્શકોને એક સામાન્ય હોરર-કોમેડી કરતા કંઇક વધુ મનોરંજન પૂરું પાડશે. આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે. આ એક એવી ફિલ્મ છે જે એકસાથે સમગ્ર પરિવારને હસાવવા ડરની સાથે સાથે ચીસો પાડવી અને આનંદ માણવા માટે થિયેટર સુધી ખેંચી જશે. આ ફિલ્મ બધા લોકોને છેલ્લે સુધી ઝાલી રાખશે. આ ફિલ્મ 31 જાન્યુઆરીએ સિનેમાગૃહોમાં આવશે.

ગુજરાતી સિનેમા પણ વિશ્વમાં પોતાનું નામ બનાવી રહી છે. અલગ અલગ વિષયો પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પંક્તિ આપનું સિનેમા હાલમાં સાબિત કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ હવે હોરર સાથે કોમેડી ફિલ્મો આવી રહી છે. વચ્ચે ‘કારખાનું’ ફિલ્મ આવી હતી. જે કોમેડી સાથે હોરર પણ હતી.

ગુજરાત સહીત દેશભરના સિનેમા ઘરોમાં વધુ એક હોરર અને કોમેડી બનેલી ગુજરાતી ફિલ્મ “ફાટી ને” આવી રહી છે. ફિલ્મની વાર્તા જોઈએ તો, મુખ્ય કલાકારોને એક રહસ્યમય હવેલીમાં પ્રવેશતાબતાવે છે. જ્યાં તેઓ આકાશ ઝાલા દ્વારા ભજવવામાં આવેલા ભૂતના પાત્રનો સામનો કરે છે. આ ફિલ્મમાં રોમાંચ અને અંધાધૂધીમાં વધારે જોવા મળશે. ફિલ્મમાં એક વિચિત્ર દેખાતા બાબાનું પાત્ર બીજાને ખતરાથી બચાવવાનો પ્રયાસ કરે છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment