JioHotstar Domain ખરીદી લીધા બાદ આ વ્યક્તિએ રિલાયન્સને લખ્યો પત્ર

By GujToday

Updated On:

Follow Us
JioHotstar Domain

JioHotstar Domain : Jio Hotstar Domain ખરીદીને આ વ્યક્તિએ કરી અનોખી યુક્તિ, કેમ્બ્રિજમાં ભણવા માટે શખ્સે લગાવ્યું દિમાગ અને આ વ્યક્તિએ રિલાયન્સને લખ્યો પત્ર.

JioHotstar Domain

JioHotstar Domain: છેલ્લા ઘણા સમયથી Jio Cinema અને Disney Hotstar મર્જ થવાની વાત ચાલી રહી છે, અને જીઓ સિનેમા અને ડિઝની હોટ સ્ટારના મર્ઝર પહેલા જ એક દિલ્હીના શખ્સે આ તકનો ફાયદો ઉઠાવતાં jiohotstar નામનું ડોમેઈન ખરીદી લીધા બાદ રિલાયન્સ આગળ એક શરત મૂકી છે.

દિલ્હીમાં રહેતા એક એપ ડેવલપરે કેમ્બ્રિજમાં ભણવા માટેનું સપનું પૂરું કરવા માટે ડિઝની પ્લસ હોટસ્ટાર અને રિલાયન્સ વાયકોમ18ના મર્જરના સમાચાર ઘણા સમયથી બજારમાં ચાલી રહ્યા છે, જેથી કરીને આ એપ ડેવલપરને બંને કંપનીઓ વચ્ચેના સોદાને અંતિમ સ્વરૂપ આપવાની ઘણી આશા છે. આ જ કારણ છે કે કોઈ પણ સમય બગાડ્યા વિના આ વ્યક્તિએ JioHotstar નામથી ડોમેન બુક કરી લીધુ.

Jio Cinema અને Disney Plus Hotstar એપ્સનું મર્જર ટૂંક સમયમાં થઈ શકે છે. બંને કંપનીઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં મર્જરની જાહેરાત કરી હતી, જે 2024ના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે.

JioCinema અને Disney+ Hotstar ના મર્જર પછી, એવી ચર્ચા છે કે કંપની બંને એપ્સને એક પ્લેટફોર્મમાં મર્જ કરી શકે છે. તેનો અર્થ એ કે Jio Cinema અને Disney Plus Hotstarની ઍક્સેસ ફક્ત એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ શકે છે. ડિઝની અને જિયો વચ્ચેની ડીલ પહેલા જ એક એપ ડેવલપરે Jiohotstar ડોમેન ખરીદી લીધુ.

આ ડોમેન ખરીદ્યા બાદ એપ ડેવલપરે એક પત્ર લખ્યો હતો. તેણે આ પત્ર બીજે ક્યાંય પોસ્ટ કર્યો નથી પરંતુ માત્ર jiohotstar.com પર પોસ્ટ કર્યો છે. આ પત્રમાં તેણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ્સ સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી છે.

એપ ડેવલપરે લખ્યું છે કે કંપનીએ તેના આગળના અભ્યાસ માટે ફંડ આપવું જોઈએ, જેના બદલામાં તે તેને આ ડોમેન આપશે. તેણે લખ્યું, ‘આ ડોમેન ખરીદવાનું મારું કારણ સરળ છે. જો આ મર્જર થશે તો કેમ્બ્રિજમાં ભણવાનું મારું સપનું પૂરું થશે.

છેલ્લી અપડેટ મુજબ રિલાયન્સ અધિકારીએ વ્યક્તિની વિનંતીને નકારી કાઢતાં લિગલ કાર્યવાહીની ધમકી આપી છે. શખ્સે જણાવ્યું છે કે મેં કોઈ ટ્રેડમાર્ક અને કોપીરાઈટનું ઉલ્લંધન કર્યું નથી. કારણ કે તે સમયે JioHotstar અસ્તિત્વમાં ન હતું. હું થોડા જ કલાકોમાં આ ડોમેઈનની એક્સેસ ગુમાવી શકું છું. આ સાથે જ શખ્સે કાનુની મદદ પણ માંગી છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment