કેન્દ્ર સરકારે લોન્ચ કરી આધાર એપ: કેન્દ્ર સરકારે એક નવી આધાર એપ લોન્ચ કરી છે, જેથી યુઝર્સને તેમની આધાર સબંધિત માહિતી જણાવવા માટે આધારકાર્ડની જરૂર નહી પડે.
કેન્દ્ર સરકારે લોન્ચ કરી આધાર એપ
કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયાના X પ્આલેટફોર્મ પર એક વિડીયો જાહેર કરીને માહિતી આપતા જણાવ્યું હતું. આ વિડીયોમાં દર્શાવાયું છે કે કેવી રીતે આ એપ્લીકેશન ફેસ આઈડી પ્રમાણીકરણને સક્ષમ કરે છે અને યુઝર્સની સંમતીથી સુરક્ષિત રીતે ડેટા શેર કરે છે.
ડિજિટલ સુવિધા અને ગોપનીયતા તરફ એક મોટું પગલું ભરતા, કેન્દ્ર સરકારે એક નવી આધાર એપ લોન્ચ કરી. આ એપ વપરાશકર્તાઓને તેમના આધાર વિગતો ડિજિટલી ચક્સવા અને શેર કરવાની મંજૂરી આપશે. આનાથી આધાર કાર્ડની કે તેની ફોટોકોપી સબમિટ કરવાની જરૂરિયાત દૂર થશે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્રીય રાજધાનીમાં સત્તાવાર રીતે આ એપ લોન્ચ કરી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ એપ વપરાશકર્તાઓને તેમની સંમતિથી સુરક્ષિત ડિજિટલ માધ્યમો દ્વારા ફક્ત જરૂરી ડેટા શેર કરવાનો અધિકાર આપે છે. તેમને વધુ જણાવ્યું હતું કે, “હવે ફક્ત એક જ ટેપથી, વપરાશકર્તાઓ ફક્ત તેમને જરૂરી ડેટા જ શેર કરી શકે છે, જેનાથી તેમને તેમની વ્યક્તિગત માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ મળે છે.
આ એપની એક ખાસ વિશેષતા ફેસ આઈડી ઓથેન્ટીકેશન છે, જે સુરક્ષા વધારે છે અને વેરીફીકેશન સરળ બનાવે છે. આધાર વેરીફીકેશન હવે UPI પેમેન્ટની જેમ જ QR કોડ સ્કેન કરીને કરી શકાય છે.
આધારને અનેક સરકારી પહેલોનો “પાયો” ગણાવતા, અશ્વિની વૈષ્ણવ ભારતના ડિજિટલ ભવિષ્યને આકાર આપવામાં AI અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)ની ભૂમિકા પર પણ ભાર મુક્યો.