NTPC Green Energy Limited IPO : NTPC લિમિટેડની પેટાકંપની NTPC ગ્રીન એનર્જીનો દસ હજાર કરોડનો IPO તારીખ 19 નવેમ્બર 2024ના રોજ ખુલવા જઈ રહ્યો છે જેની પ્રાઈઝ બેન્ડ 102-108 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે આ ipo તારીખ 22 નવેમ્બર 2024 સુધી ભરી શકાશે. એક લોટની સાઈઝ 138 શેરની છે.
NTPC Green Energy Limited IPO
NTPC ગ્રેન એનર્જી લિમિટેડ તેનો પ્રથમ IPO લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીનું લક્ષ્ય આશરે $12 બિલિયન (આશરે રૂ. 10,000 કરોડ)નું મૂલ્યાંકન હાંસલ કરવાનું છે, જે ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સૌથી મોટા IPO પૈકી એક હોઈ શકે છે.
એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ IPO સમયરેખા (સંભવિત)
IPO ખુલવાની તારીખ | 19 નવેમ્બર 2024, મંગળવાર |
IPO બંધની તારીખ | 22 નવેમ્બર 2024, શુક્રવાર |
બેઝીક એલોટમેન્ટ | 25 નવેમ્બર 2024, સોમવાર |
રીફંડની શરૂઆત | 26 નવેમ્બર 2024, મંગળવાર |
ડીમેટમાં શેર ક્રેડીટ | 26 નવેમ્બર 2024, મંગળવાર |
લિસ્ટિંગ તારીખ | 27 નવેમ્બર 2024, બુધવાર |
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.