Pushpa 2 Movie Review : pushpa 2 rating – આજે અલ્લુ અર્જુનની મોસ્ટ વેઈટેડ ફિલ્મ Puhspa 2 સિનેમાઘરોમાં રીલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ જોયા બાદ ફેનમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન નો જબરદસ્ત ક્રેઝ.
Pushpa 2 Movie Review: દર્શકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ ફિલ્મ પુષ્પા – ધ રૂલ આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. અલ્લુ અર્જુન (Allu Arjun) એટલે કે પુષ્પરાજ ફરી મોટા પડદા પર પાછો ફર્યો છે. પુષ્પા ધ રૂલને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.
Pushpa 2 Movie Review
જો તમે પણ પુષ્પા 2 જોવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા અમારો મૂવી રિવ્યુ વાંચો, કારણ કે આ વખતે પુષ્પરાજ ફાયર નહિ વાઈલ્ડ ફાયર છે. આ ફિલ્મ જોયા બાદ ફેનમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન નો જબરદસ્ત ક્રેઝ.
ફિલ્મની શરૂઆતમાં જ પુષ્પરાજની જોરદાર એન્ટ્રીથી થાય છે. આખી ફિલ્મમાં એક્શન ડ્રામા – મસાલા ભરપુર એક્શનથી અલ્લુ અર્જુને પોતાનો જલવો વિખેર્યો છે. આ વખતે લાલ ચંદનની બ્લેક માર્કેટિંગ રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહી છે. પુષ્પા 2 ફિલ્મ 3 કલાકથી વધુ લાંબી છે અને એક ફુલઓન મનોરંજન ફિલ્મ છે, જે તમને થિયેટરોમાં તમારા પૈસા વસુલ કરશે.
મોટા પાયા પર લાલ ચંદનની દાણચોરી કરીને પુષ્પરાજ (અલ્લુ અર્જુન) પુષ્પાના પહેલા ભાગમાં 3 વર્ષ સુધી લેબર યુનિયન સિન્ડિકેટના પ્રમુખ પદ પર બેઠો અને તેણે તેની ગર્લફ્રેન્ડ શ્રીવલ્લી (રશ્મિકા મંદન્ના) સાથે લગ્ન કરીને તેનો સુખદ અંત બતાવવામાં આવ્યો હતો.
Pushpa 2 Movie માં તેના નવા દુશ્મન ઈન્સ્પેક્ટર ભંવર સિંહ શેખાવત (ફહદ ફાસીલ) ની એન્ટ્રી થઈ છે. પુષ્પા 2 માં આ જ બદલો લેવાની વાર્તા બતાવવામાં આવી છે. ભંવર સિંહ શેખાવત ઉપરાંત, જોલી રેડ્ડી (ધનંજય) પણ પુષ્પા સાથે પોતાનો જૂનો બદલો લેવાનું ષડયંત્ર રચે છે.
આ સિવાય સિનેમેટોગ્રાફી અને VFX પણ જોરદાર છે. પુષ્પા 1 ની જેમ પુષ્પા 2 માં પણ ડીએસપીનું ધમાકેદાર મ્યુઝિક અને ગીતો તમારો મુડ ચેન્જ કરી નાખશે. એટલું જ નહીં પુષ્પાના દમદાર ડાયલોગ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થશે.
Pushpa 2 – The Rule
Director: Sukumar
Date Created: 2024-12-05 12:11