રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 : Rajkot Municipal Corporation (Rajkot Mahanagarpalika)ની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગની જુદા-જુદા સંવર્ગોની જગ્યા ભરવા માટે કેટેગરી વાઈઝ વિવિધ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025
ઉમેદવારોએ તારીખ 18-01-2025 થી તારીખ 01-02-2025 (23.59 કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે. તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 01-02-2025 (23.59 કલાક) સુધીની રહેશે.
જગ્યાનું નામ | જગ્યા |
ડીવીઝનલ ઓફિસર | 04 |
સ્ટેશન ઓફિસર | 03 |
સબ ઓફિસર (ફાયર) | 35 |
કુલ જગ્યા | 42 |
લાયકાત
જગ્યાનું નામ | લાયકાત | પગાર |
ડીવીઝનલ ઓફિસર | UGC/AICTE માન્ય યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડીવીઝનલ ઓફિસર્સનો કોર્સ પાસ અને હેવી વ્હિકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. | પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 53,700/- |
સ્ટેશન ઓફિસર | UGC/AICTE માન્ય યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસર્સ કોર્સ પાસ અને હેવી વ્હિકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. | પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 51,000/- |
સબ ઓફિસર (ફાયર) | UGC/AICTE માન્ય યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસર્સ કોર્સ પાસ અને હેવી વ્હિકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. | પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 49,600/- |
વય મર્યાદા
- 18 થી 35 વર્ષ. આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે સરકારશ્રીના ધારાધોરણ મુજબ વધુમાં વધુ 45 વર્ષની મર્યાદા રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહી.
નોંધ : શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, વય મર્યાદા વગેરે માહિતી સત્તાવાર જાહેરાતમાં આપેલ છે સંપૂર્ણ વાંચી લેવી વિસ્તાર
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 અરજી કઈ રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ rmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી શરુ તારીખ : 18-01-2025
અરજી છેલ્લી તારીખ : 01-02-2025