Ravichandran Ashwin Retirement : ભારતના સ્ટાર ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને લીધો સન્યાસ

By GujToday

Published On:

Follow Us
Ravichandran Ashwin Retirement

Ravichandran Ashwin Retirement: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ મેચ બાદ અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી, અશ્વિન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે.

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણામી છે. તે બાદ ભારતના દિગ્ગજ ક્રિકેટર આર અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે.

Ravichandran Ashwin Retirement

એડિલેડમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ તેના કરિયરની છેલ્લી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ હતી.

આર અશ્વિને 13 વર્ષના કરિયરમાં 106 ટેસ્ટ રમી હતી, જેમાં 537 વિકેટ ઝડપી છે. અશ્વિને 116 વન ડે મેચમાં 156 વિકેટ લીધી છે. જ્યારે ટી20Iમાં 65 મેચમાં 72 વિકેટ લીધી છે. તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 162 મેચમાં 779 વિકેટ લીધી છે. 176 લિસ્ટ-એ મેચમાં 236 વિકેટ લીધી છે. જ્યારે ડોમેસ્ટિક ટી20માં 324 મેચમાં 310 વિકેટ લીધી છે. આમ, અશ્વિને તેના કરિયરમાં કુલ 2090 વિકેટ લીધી છે.

જોકે, મેચ દરમિયાન જ અશ્વિનના નિવૃત્તિના સંકેતો મળ્યા હતા. ડ્રેસિંગ રૂમમાંથી વિરાટ કોહલી અને અશ્વિનની એક તસવીર વાયરલ થઈ છે. જેમાં કોહલી અશ્વિનને ગળે લગાવતો જોવા મળ્યો હતો. આ તસવીરોમાં અશ્વિન ઘણો ઇમોશનલ દેખાતો હતો.

અશ્વિને ટેસ્ટ ઉપરાંત વનડે ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટ બાદ પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી.ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ ટેસ્ટ મેચ બાદ અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિન સાથે પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો.

Leave a Comment