RBIએ રેપો રેટમાં કર્યો ઘટાડો: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) આજે રેપો રેટ ઘટાડવા અંગે નિર્ણય લીધો છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ તેની જાહેરાત કરી છે, RBIએ રેપો રેટ 0.25% ઘટાડયો છે.
RBIએ રેપો રેટમાં કર્યો ઘટાડો
હાલના સમયમાં જ્યાં આખી દુનિયા ટ્રમ્પના ટેરિફ યુદ્ધનો સામનો કરી રહી છે જેના લીધે મંદીનું જોખમ વધી રહ્એયું છે તેવા સમયે RBIએ રેપો રેટ ઘટાડીને લોન સસ્તી કરીને અર્થતંત્રને ટેકો મળશે અને લોકોને થોડીક રાહત મળશે. રેપો રેટ ઘટતા તમામ પ્રકારની લોનો સસ્તી થશે.
ફેબ્રુઆરી 2025 અગાઉ 6.5% રેપો રેટ હતો તેને 0.25% ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો અને આજે એટલે કે એપ્રિલ 2025માં ફરીવાર રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરીને 6% કર્યો છે, જેના લીધે અર્થતંત્રને વેગ મળશે. ગવર્નરે કહ્યું હતું કે ભવિષ્યમાં પરીસ્થીતીઓ દર ઘટાડવાનનો નિર્ણય કરશે, જરૂર પડશે તો રેપો રેટ વમાં વધુ ઘટાડો કરવામાં આવશે.
રેપો રેટ ઘટવાથી શું ફેરફાર થશે?
રેપો રેટ ઘટ્યા પછી, બેંકો હાઉસિંગ અને ઓટો જેવી લોન પરના વ્યાજ દરો પણ ઘટાડી શકે છે, તમારી બધી લોન સસ્તી થઇ શકે છે અને EMI પણ ઘટશે. જો વ્યાજ દર ઘટશે, તો મકાનોની માંગ વધશે, વધુ લોકો તેનો લાભ લેશે.
રેપો રેટ શું છે?
રેપો રેટ એ RBI દ્વારા વ્યાવસાયિક બેંકોને આપવામાં આવતી લોનના વ્યાજનો દર છે. જ્યારે બિઝનેસ અને વાણિજ્યિક બેંકો RBI પાસેથી ટૂંકા ગાળાની લોન લે છે, ત્યારે તેઓ તેને વ્યાજ સાથે પાછું ચૂકવતા હોય છે. આ વ્યાજ દર એટલે રેપો રેટ. જ્યારે RBI રેપો રેટ વધારતો છે, ત્યારે તેનો અર્થ એ છે કે બેંકો માટે લોન લઈ તેમના પ્રોજેક્ટ માટે નાણા મેળવવું વધુ મોંઘું થઈ જાય છે. અને જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકો માટે લોન ઓછી ખર્ચે મળી જાય છે, જેના પરિણામે નાણાંની સપ્લાય વધતી છે.
રેપો રેટ કેમ ઘટાડવામાં આવ્યો છે?
ફુગાવાના મોરચે RBI ને સૌથી મોટી રાહત મળી છે. ફેબ્રુઆરી 2025 માં, છૂટક ફુગાવાનો દર ઘટીને 3.61 ટકા થયો છે. જે છેલ્લા 12 મહિનામાં સૌથી નીચું સ્તર છે. આ ઉપરાંત, તે RBIના 4 ટકાના લક્ષ્ય કરતાં પણ ઓછું છે. આવી સ્થિતિમાં, RBI માટે લોન સસ્તી કરવાનો માર્ગ સરળ બન્યો છે. જોકે, આગામી દિવસોમાં RBI માટે સૌથી મોટો પડકાર એ છે કે ભારત પર 26 ટકા ટેરિફ લાદવામાં આવ્યા પછી ફુગાવો ક્યાં જશે. કારણ કે ટેરિફ વોર પછી, RBI ના GDP વૃદ્ધિ અંદાજને આંચકો લાગી શકે છે. RBI એ 2025-206 માટે 6.7 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો છે. જેમાં વિશ્વભરની રેટિંગ એજન્સીઓ ભારત પર લાદવામાં આવેલા 26 ટકા ટેરિફને ધ્યાનમાં રાખીને 0.30 થી 0.40 ટકાના ઘટાડાની અપેક્ષા રાખી રહી છે.