ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર

By GujToday

Published On:

Follow Us
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા કાર્યક્રમ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે પરીક્ષા ૧૭ માર્ચના રોજ પૂરી થશે.

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા કાર્યક્રમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ ૧૦ (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ ૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવાનાર મુખ્ય પરીક્ષા ૨૦૨૫નો કાર્યક્રમ તારીખ ૧૫-૧૦-૨૦૨૫ના રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ.

રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ની જાહેર રજાઓ પ્રસિદ્ધ કરેલ છે જેમાં ધૂળેટીની રજા તારીખ ૧૪-૦૩-૨૦૨૫ રોજ રજા જાહેર થયેલ છે જેથી હોળી તારીખ ૧૩-૦૩-૨૦૨૫ના રોજ થનાર હોઈ ફક્ત ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે.

૧૭ માર્ચ સુધી યોજાશે પરીક્ષા

જે મુજબ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા તારીખ ૨૭-૦૨-૨૦૨૫ થી તારીખ ૧૭-૦૩-૨૦૨૫ દરમ્યાન યોજાશે. પહેલા ૧૩ માર્ચના રોજ પરીક્ષા પૂરી થવાની હતી. બોર્ડ દ્વારા માત્ર ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સંપૂર્ણ ટાઈમ ટેબલ જુઓ : અહીં ક્લિક કરો

Leave a Comment