Swiggy IPO : આખરે રોકાણકારોની રાહનો આવ્યો અંત, તારીખ થઇ જાહેર

By GujToday

Updated On:

Follow Us
Swiggy IPO

Swiggy IPO : ફૂડ ડીલીવરી કરી કંપની એટલે કે Swiggy કંપનીઓ પોતાનો Swiggy IPO લઈને આવી છે. લોકો ઘણા સમયથી આ IPOની રાહ જોઈ રહ્યા હતા તો ચાલો આ IPO વિશેની માહિતી મેળવીએ આ લેખમાં.

Swiggy IPO

બેંગ્લોર સ્થિત આ કંપનીનો IPO 6 નવેમ્બરને બુધવારના રોજ ખુલ્યો છે જે IPO 8 નવેમ્બરને શુક્રવારના દિવસે બંધ થશે. IPO માટે પ્રાઈસ બેન્ડ રૂપિયા 371 થી 390 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

કંપનીએ IPOમાંથી રૂપિયા 11,327 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં રૂપિયા 6,828 કરોડની ઓફર ફોર સેલ (OFS) અને રૂપિયા 4,499 કરોડના મૂલ્યના શેરના નવા ઈશ્યુનો સમાવેશ થશે.

સ્વિગી IPO સમયરેખા (સંભવિત)

IPO ખુલવાની તારીખ6 નવેમ્બર 2024, બુધવાર
IPO બંધની તારીખ8 નવેમ્બર 2024, શુક્રવાર
બેઝીક એલોટમેન્ટ11 નવેમ્બર 2024, સોમવાર
રીફંડની શરૂઆત12 નવેમ્બર 2024, મંગળવાર
ડીમેટમાં શેર ક્રેડીટ12 નવેમ્બર 2024, મંગળવાર
લિસ્ટિંગ તારીખ 13 નવેમ્બર 2024, બુધવાર

મળતી માહિતી અનુસાર અગ્રણી ઓનલાઈન ફૂડ ડીલીવરી કંપની, સ્વિગી કંપનીના IPOને બુધવારના રોજ પ્રથમ દિવસે ફક્ત 12 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. IPO સબસ્ક્રિપ્શન ખુલતા પહેલા કંપનીના શેર ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ છે. શેરબજારના નિષ્ણાંતોના માટે આજે ગ્રે માર્કેટમાં સ્વિગીના શેર રૂપિયા 11ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

સ્વિગી IPO તારીખ કઈ છે?

આ IPO માટે બિડિંગ 6 નવેમ્બર 2024 થી 8 નવેમ્બર 2024 સુધી ખુલ્લું રહેશે.

Swiggy IPO GMP કેટલુ છે?

શેરબજારના નિષ્ણાંતોના માટે આજે ગ્રે માર્કેટમાં સ્વિગીના શેર રૂપિયા 11ના પ્રિમીયમપર ટ્રેડ થઇ રહ્યા છે.

સ્વિગી IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

શેર ફાળવણીની સંભવિત તારીખ સોમવાર, નવેમ્બર 11, 2024 છે.

સ્વિગી IPO ક્યારે લિસ્ટિંગ થશે?

લિસ્ટિંગ 13 નવેમ્બર 2024, બુધવારના રોજ થશે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment