ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ : રાજ્ય સરકાર દ્વારા ખરીફ 2024 અંતર્ગત ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી તારીખ 11-11-2024ના રોજ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષતામાં થશે શુભારંભ.
ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત પ્રાઈઝ સપોર્ટ સ્કીમ અંતર્ગત ટેકાના ભાવે ખરીદી નિમિતે માનાન્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સમગ્ર રાજ્યમાં શરુ થશે. તારીખ 11-11-2024, સોમવાર, સનાત સવારે 09-30 વાગે. સ્થળ : બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, કાંકણોલ, હિંમતનગર.
લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાનો સમયગાળો તારીખ 11-11-2024 થી તારીખ 08-02-2024 સુધી (90 દિવસ)નો રહેશે.
ટેકાના ભાવે ખરીદી
- મગફળી માટે રૂ. 1356.60 પ્રતિ મણ
- મગ માટે રૂ. 1736.40 પ્રતિ મણ
- અડદ માટે રૂ. 1480 પ્રતિ મણ
- સોયાબીન માટે રૂ. 978.40 પ્રતિ મણ
રાજ્યમાં 160 ખરીદ કેન્દ્રો ખાતેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી તારીખ 11-11-2024 થી શરુ થશે. રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 7645 કરોડ મૂલ્યની કુલ 11,27,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાશે. રૂ. 451 કરોડ મૂલ્યની 92,000 મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરાશે. ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીના નાણા સમયસર મળશે. ખેડૂતોએ SMS મળ્યેથી નિયત કરેલ ખરીદ કેન્દ્ર પર ફેર એવરેજ ક્વોલીટી મુજબની ગુણવત્તાયુક્ત ઉત્પાદન સાથે ઉપસ્થિત થવાનું રહેશે.
ખેડૂતોને બજારમાં સસ્તાભાવે મગફળી વેંચવાની ફરજ નહિ પડે. છેલ્લા પાંચ વર્ષમાં અભૂતપૂર્વ રૂ. 16 હજાર કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી. વચેટીયા દ્વારા થતાં શોષણમાંથી ખેડૂતોને મુક્તિ. છેલ્લા પાંચ વર્ષમાં 16 લાખ ખેડૂતો પાસેથી 30 લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થાની ખેત પેદાશની ખરીદી. ખેડૂતોના પરિશ્રમથી ઉભા થયેલ મહામૂલા પાકને મળ્યા પોષણક્મષ ભાવ.