વિરાટ કોહલી T20માં 13,000 રન પુરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

By GujToday

Published On:

Follow Us
વિરાટ કોહલી T20માં 13,000 રન પુરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

વિરાટ કોહલી: ભારતના સ્ટાર બેટ્સમેન Virat Kohliએ ઈતિહાસ રચ્યો છે T20માં 13,000 રન પુરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેનની સિદ્ધિ મેળવી છે.

વિરાટ કોહલી T20માં 13,000 રન પુરા

7 એપ્રિલ 2025ના રોજ ઇન્ડીયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025)ની સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે મેચ મુંબઈના વાનખેડા સ્ટેડીયમ ખાતે રમાયેલી હતી જે મેચમાં જેમાં તેને એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તેને T20 ફોરમેટમાં 13,000 રન પુરા કરીને પ્રથમ ભારતીય બેટ્સમેન તરીકેની સિદ્ધિ મેળવી છે.

T20 ક્રિકેટમાં 13,000 રન કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન

વિરાટ કોહલીની T20 ક્રિકેટની વાત કરીએ તો તેને 13,000 રન પુરા કરીને પ્રથમ ભારતીય બેટ્સમેનનું સ્થાન મેળવ્યું છે. 36 વર્ષીય વિરાટ કોહલીની T20 ક્રિકેટમાં એવરેજ 42ની આસપાસ છે અને તેનો સ્ટ્રાઈક રેટ 134 છે, આ T20 ફોરમેટમાં વિરાટ કોહલીએ 9 સદી અને 98 ફિફ્ટીનો સમાવેશ થાય છે.

કોહલી વિશ્વનો પાંચમો બેટ્સમેન

T20માં કોહલી 13,000 રન મેળવવાની સિદ્ધિ સાથે વિશ્વનો પાંચમો બેટ્સમેન બન્યો છે. તેના પહેલા આ સિદ્ધિ વેસ્ટઇન્ડીઝના ક્રિસ ગેલ (14,562 રન), ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સ (13,610 રન), પાકિસ્તાનના શોએબ મલિક (13,557 રન) અને વેસ્ટઇન્ડીઝના કીરોન પોલાર્ડ (13,537 રન) દ્વારા આ સિદ્ધિ મેળવી છે.

મુંબઈ ઇન્ડિયન્સ સામેની આ મેચ પહેલા, વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે અત્યાર સુધીમાં 256 મેચોમાં 8111 રન બનાવ્યા છે, તેની સરેરાસ 38.81 અને સ્ટ્રાઈક રેટ 132.01 છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment